કોવિડ-19 પ્રથમ મુખ્ય શિખામણ — પોષણ નું સ્તર ઉંચું કરો
Translated and facilitated by Mr. Sunny Thakkar, Mr. Piyush Patel, Mrs. Khushi Patel & Mr. Hardik Yaji, Ahmedabad, India
અદ્રસ્ય કોરોના વાયરસ પૃથ્વી પર માનવ જીવન ના દરેક ક્ષેત્ર માં નોંધ પાત્ર પ્રભુત્વ ધરાવે છે. આપણી પેઢી ઓના ઇતિહાસ માં કોઇ પણ અન્ય પરિબળ એ લોકો પર આટલી વ્યાપક અસર કરી નથી. વાયરસ થી સંક્રમિત થવાના ભયથી મિલિયનો લોકો ઘરમાં રહ્યા. આ વાયરસ આટલો શક્તિશાળી કેમ છે? આ શક્તિ નું કારણ શું છે? આજની તારીખ ૬ મે ૨૦૨૦ સુધીમાં કોરોના વાયરસથી ૨,૬૯,૯૬૭ લોકો મૃત્યુ પામ્યા છે.સરકારો, વૈજ્ઞાનિકો, ડોક્ટરો, તબીબી કર્મચારીઓ અને જીવન બચાવવામાં જોડાયેલા તમામ વ્યવસાયિકો સખત મહેનત કરી રહ્યા છે. અન્ય કોઈ પણ સ્થિતિ માં તબીબી અથવા આરોગ્ય બાબતે મૃત્યુ દર ઘટાડવા અથવા ટાળવા માટે આટલી કાળજી લેવામાં આવી ન હતી. વર્ષ ૨૦૧૯ માં અંદાજે ૬૦ મિલિયન મૃત્યુ થયા છે.
તેથી જો આપણું લક્ષ્ય મૃત્યુ દર ઘટાડવાનું હોય તો આપણે મનુષ્યને મહત્વના નિર્વાય ઘટક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
આહાર — મૃત્યુમાટેનુંમુખ્યપરીબળ
૧૩૦ વૈજ્ઞાનિકો અને ચિકિત્સકોએ ના જૂથ, જી ડી બી ૨૦૧૭ ના આહાર સહયોગીઓએ ૧૯૯૦ થી ૨૦૧૭ સુધીમાં મૃત્યુ માટે જોખમી પરિબળો નો અભ્યાસ કર્યો. આ પરિણામો જણાવે છે કે દર પાંચમાંથી એક મૃત્યુ નબળા આહાર ને કારણે થાય છે, જેના કારણે ૨૦૧૭ માં મૃત્યુની સંખ્યા ૧૧ મિલિયન હતી. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં બિન આરોગ્યપ્રદ આહાર અન્ય કોઈ પણ જોખમી પરિબળો કરતાં વધારે મૃત્યુ માટે જવાબદાર છે તેથી નબળો આહાર મૃત્યુ અને વિકલાંગતા માટે નોંધપાત્ર નિવાર્ય જોખમી પરિબળ છે. જે દર વર્ષે મિલિયન લોકોના મૃત્યુ નું કારણ છે.
માનવશરીર — અસાધારણપરમારનુંકારખાનુ
માનવ શરીર અસાધારણ પરમાણુ ઉત્પન્ન કરે છે. તેનું પ્રાથમિક કાર્ય એક જ ઉત્પાદન ઉત્પન્ન કરવાનું છે — શક્તિ. તે ખોરાકને કાચા માલ તરીકે લઈ તેને પરમાણુ માં પચાવે છે. ત્યારબાદ ઉર્જાના ઉત્પાદન માટે જરૂર મુજબ સંચાલન પ્રક્રિયા કરે છે. હ્યુમન મેટાબોલોમીક્સ ના ડેટા પ્રમાણે માનવ શરીરમાં અંદાજે ૧૦ લાખ પરમાણુ કાર્યરત છે. ગતિશીલ પરમાણુ સંચાલનમાં કોઈપણ અસંતુલનને કારણે રોગની સ્થિતિ પરિણમશે. આ આ અસંતુલનને દવાઓથી નહીં તો ખોરાકથી સંતુલન માં લાવી શકાય છે. જ્યારે આહાર મૃત્યુનું પ્રાથમિક જોખમી પરિબળ છે, ત્યારે આપણે મૃત્યુ દર ઘટાડવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
માનવ શરીરને આહારમાંથી ૧૫૦ જેટલા પોષકતત્વોની જરૂર હોય છે. મેક્રોન્યુટ્રિશન્સ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન તથા ફેટ વધારે માત્રામાં અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, વિટામીન અને ખનીજ તત્વો ઓછી માત્રામાં જરૂરી હોય છે. માનવશરીરને આવશ્યક ૧૩ વિટામીન A, C, D, E, K અનેવિટામિન B છે. થાયમીન (B1), રાઇબોફ્લેવિન (B2), નિયાસિન (B3), પેન્ટોથેનીક એસિડ (B7) , પાઈરોક્સીડાઈન (B6), બાયોટિન (B7), ફોલેટ(B9) અને કોલાબીન (B12). કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર, સોડિયમ, કલોરાઇડ, મેગ્નેસિયમ, આયર્ન, ઝીંક, કોપર, મેંગેનીઝ, આયોડીન, સેલેનિયમ અને મોલીબડનમ ક્રોમિયમ અને ફ્લોરાઈડ છે.
જ્યારે ચયાપચય ની પ્રક્રિયા પર એક કરતાં વધારે પરિબળોની અસર થાય છે, ત્યારે લો ઓફ લીમિટિંગ ના સિદ્ધાંત અનુસાર તેનો દર ન્યુનતમ થઈ જાય છે. આથી એક વ્યક્તિના સ્વાસ્થ્યનો આધાર એ પોષકતત્વ ના ન્યુનતમ ભાગ પર રહેલો છે, પછી ભલે બીજા પોષકતત્વો એને ભરપૂર માત્રામાં મળતા હોય. આથી એક સ્વસ્થ/તંદુરસ્ત શરીર માટે તમામ મેક્રો અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પૂરતા પ્રમાણમાં હોવા ખુબ જરૂરી છે.
વૈશ્વિકકુપોષણ
અંદાજિત બે અબજ લોકો તંદુરસ્ત વિકાસ માટે જરૂરી આહાર લેતા નથી. નબળા આહાર ની ટેવો લાંબા સમય સુધી ચાલનારા રોગો સાથે સંકળાયેલી છે. માનવ સ્વાસ્થ્ય અને પોષણના ક્ષેત્રમાં થયેલા વૈજ્ઞાનિક સંશોધનો આહારની ગુણવત્તા સુધારવા માટે વૈશ્વિક પ્રયાસોની તત્કાળ જરૂરિયાત તરફ પ્રકાશ પાડે છે.
પૂરતા મેક્રો અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ નો અભાવ કુપોષણ અથવા અલ્પપોષણ નું કારણ બને છે. મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ માં અસંતુલન મેદસ્વિતા નું કારણ બને છે. તેનાથી આગળ મેક્રો અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ નું અસંતુલન મધુપ્રમેહ (ડાયાબિટીસ) અને શરીરની અનિચ્છનીય સ્તિથિ નું કારણ બને છે.
ખોરાકમાંવિવિધતા
ખોરાકની વિશાળ શ્રેણી તંદુરસ્ત માનવ શરીર માટે આ બધા પોષક તત્વો આપી શકે છે. પરંતુ રોમ સ્થિત બાયોડાઈવર્સિટી આંતરરાષ્ટ્રીય પ્રમાણે હાલમાં દુનિયાભરમાં ૬૦૦૦ માંથી ૨૦૦ થી પણ ઓછા છોડની ખેતી વ્યાવસાયિક રૂપે કરવામાં આવે છે. આ ઉપરાંત દુઃખની વાત એ છે કે માત્ર પાંચ ધાન્ય — ચોખા, ઘઉં, મકાઇ, બાજરી તથા ઘાસચારો મનુષ્યને — ૬૦ ટકા જેટલી ઊર્જા પૂરી પાડે છે. પેઢી દર પેઢી આપણે આપણા ભોજનની પસંદગી ઓછી ને ઓછી કરતા રહીએ છીએ. તેથી માનવ આહારમાં આવશ્યક પોષક તત્ત્વોનો અભાવ લાંબી બીમારી તરફ દોરી જાય છે. આહાર લોકોના સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક સ્તર પર નિર્ભર છે. આહારમાં એક મોટો બદલાવ કરવો એટલું સરળ નથી પરંતુ આ સમયની જરૂરિયાત છે. બજારમાં પહેલાથી ઉપલબ્ધ ખાદ્યપદાર્થોને આહારમાં ઉમેરવા મહત્વપૂર્ણ છે.
ફૂડB
ખાદ્યઘટકો રસાયણવિજ્ઞાન અને જીવવિજ્ઞાન દુનિયાના સૌથી મોટા અને સૌથી વ્યાપક સ્ત્રોત છે. તે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને મેક્રોન્યુટ્રિયન્ટ્સ બંને વિશેની માહિતી આપે છે. જેમાં કેટલાક ઘટકો નો સમાવેશ થાય છે જે ખોરાકના સ્વાદ, રંગ, આકાર અને સુગંધ આપે છે. ફૂડબિ ડેટાબેઝમાં ૭૯૭ ખોરાક સામેલ છે. આ ડેટાબેઝ નો ઉપયોગ કરીને તમારા વધારે સારા સ્વાસ્થ્ય માટે ખોરાકમાં વિવિધતા વધારવાનો પ્રયત્ન કરી શકો છો
જેઓ વિશાળ વૈવિધ્યતા ધરાવતા વનસ્પતિના ખોરાક ખરીદવા માટે સક્ષમ નથી, તેઓ સ્થાનિક ફૂડપેન્ટ્રી ઓ અજમાવી શકે છે. એમ્પલહાર્વેસ્ટ સ્થાનિક ઉગાડવામાં આવતા ખોરાકની વ્યવસ્થા કરે છે. તેની સ્થાપના CNN Hero અને વર્લ્ડ ફૂડ પ્રાઈઝ માટે નામાંકિત થયેલા કેરી ઓપનહિમર દ્વારા કરવામાં આવી છે.
એમ્પલહાર્વેસ્ટ દેશવ્યાપી બિનલાભકારી (ચેરીટેબલ) સંસ્થા છે જે અમેરિકામાં ભૂખમરો, અનાજનો બગાડ તથા કુપોષણ અટકાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. લોકો અને સમાજને ભણતર આપી તેનો આત્મવિશ્વાસ વધારે છે. સરળતાથી ઉપલબ્ધ એવા અનાજ ભંડાર બનાવવા આતુર લોકો ના બગીચા ને આર્થિક સહાય આપે છે. હાલમાં ૮૬૬૬ ફૂડપેન્ટ્રી છે જે ૫૦ રાજ્યોમાં છે. જે AmpleHarvest.org તરીકે રજિસ્ટર છે. દરરોજ ઘણા લોકો તેમાં જોડાય છે.
પોષણ એ સારા સ્વાસ્થ્યનો પાયો છે. જે તમારા જનીનો (Genes — જીન્સ) માં હોય છે તમારા સ્વાસ્થ્યને જે ઉપલબ્ધ માહિતી, જ્ઞાન અને સલાહથી મજબૂત બનાવો.
હું આશા રાખું છું કે “COVID-19” ની ઊંઘ ઉગાડનારી ઘટના થી, દુનિયા પોષણ (ન્યૂટ્રિશિયન) ઉપર ધ્યાન આપી તેનું સ્તર ઉંચુ કરશે.